અરવલ્લી: શેલ્ટરહોમમાં રખાયેલા ઉત્તરપ્રદેશના 639 લોકોને વતન મોકલાયા

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો અરવલ્લીની સરહદે આશ્રયસ્થાન આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે 1042 આશ્રિતો માટે ભિલોડાના ખેરંચા, શામળપુર અને માંધરી જયારે મેઘરજના વૈયા મોડાસા શહેરમાં રોકાવા માટેની વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય
 
અરવલ્લી: શેલ્ટરહોમમાં રખાયેલા ઉત્તરપ્રદેશના 639 લોકોને વતન મોકલાયા

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પરપ્રાંતીય લોકો અરવલ્લીની સરહદે આશ્રયસ્થાન આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે 1042 આશ્રિતો માટે ભિલોડાના ખેરંચા, શામળપુર અને માંધરી જયારે મેઘરજના વૈયા મોડાસા શહેરમાં રોકાવા માટેની વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય ચકાસણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે રોકાયેલા શ્રમિકોને પોતના વતન જવાની પરવાનગી અપાઇ છે. અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને વતન મોકલી આપવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના ઉતરપ્રદેશના 639 આશ્રિતોને રાજય સરકારની સૂચન અન્વયે બસ દ્વારા ગુજરાતની સરહદ સુધી પંહોચાડવાની વ્યવસ્થા કરાઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોડાસા સ્પોર્ટસ અને આશ્રયસ્થાને રોકાયેલા 122, સરકારી ઇજનેરી કોલેજ ખાતેના 32, શામળપુર એકલવ્ય ખાતે રોકાયેલા 135, ખેરંચાના 133 મોંધરીના 150 જયારે મેધરજના વૈયા ખાતે રોકાયેલા 53 અને અન્ય 16 આશ્રિતો મળી કુલ 639 ઉત્તરપ્રદેશવાસીઓને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન સુધી મુકી આપવામાં આવ્યા હતા જયાંથી ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત ફરશે.