અરવલ્લી: મોડાસા ખાતે આર્ટસ કોમર્સ કોલેજમાં હોકી સમર કેમ્પનું આયોજન

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર્ટસ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનીયર કોચના માર્ગદર્શન હેઠળ હોકી સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી પસંદગી પામેલા ૧૦૦ જેટલા ખેલાડીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં ભાગ લઇ રહેલા યુવા પ્રતિભા ધરાવતા હોકીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ભારતીય
 
અરવલ્લી: મોડાસા ખાતે આર્ટસ કોમર્સ કોલેજમાં હોકી સમર કેમ્પનું આયોજન

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર્ટસ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનીયર કોચના માર્ગદર્શન હેઠળ હોકી સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી પસંદગી પામેલા ૧૦૦ જેટલા ખેલાડીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમર કેમ્પમાં ભાગ લઇ રહેલા યુવા પ્રતિભા ધરાવતા હોકીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લેએ હાજરી આપી હતી અને ખેલાડીઓ ને માર્ગદર્શન આપી હોકી રમતા ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. રાજ્યના ત્રણ જિલ્લા ગાંધીનગર વડોદરા અને અરવલ્લી જિલ્લામાં આયોજિત આ હોકી સમર કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

મોડાસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ હોકી સમર કેમ્પમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દર વર્ષની જેમ આયોજિત એકવીસ દિવસના આ સમર કેમ્પમાં વિવિધ રમતોનું આયોજન કરાય છે. જે પૈકી અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર આવવાની સાથે સમર કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓની રાજ્ય કક્ષાએ અને વિવિધ ઝોનની ટીમોમાં સમાવેશ થવા માટે ઉમદા તક પૂરી પાડી હતી.