આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાણીની તંગીથી પીડાતા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ પ્રજાજનોને હૈયાધારણા આપી હતી. જોકે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગેરહાજરી થી અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારા અને જીલ્લા પ્રમુખ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સાથે પીવાના પાણીથી વંચિત વિસ્તારોની મુલાકાત લઈ પ્રજાજનોને સાંભળ્યા હતા. ભિલોડાના ડોડીસરા ગામે હેંડપંપ જાતે હલાવી પાણી કાઢવાનો પ્રયત્ન કરતા પાણી ન નીકળતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અન્ય હાથિયા ગામે પણ મહિલાઓની પાણીની વેદના સાંભળી હતી.

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આક્ષેપ 

ક્ષત્રિય ઠાકોર સેનાના અઘ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સાથે સતત પછાડયાની જેમ રહેતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના સમર્થનમાં હોવાના અને કોંગ્રેસ પક્ષ સતત તેમની અવગણના કરતો હોવાનો રાગ આલોપતા ધવલસિંહ ઝાલા શનિવારે અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત સમયે સૂચક ગેરહાજરી થી રાજકારણ ગરમાયુ હતું ત્યારે ધવલસિંહ ઝાલાએ જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ રહેવર દ્વારા તેમને કોંગ્રેસના તમામ કાર્યક્રમોથી દૂર રાખતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code