અરવલ્લી: કોરોના ઇફેક્ટ, આંતરરાજ્ય સરહદો ઉપર મુસાફરોનું સ્ક્રીનિંગ

અટલ સમાચાર, મોડાસા વિશ્વભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી પ્રવેશતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને તપાસ ચેકિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે મોડાસા પાલિકા તંત્રએ શહેરના તમામ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ હાથ ધરવાની સાથે જાહેરસ્થળોએ થુંકતા લોકો સામે દંડનીય
 
અરવલ્લી: કોરોના ઇફેક્ટ, આંતરરાજ્ય સરહદો ઉપર મુસાફરોનું સ્ક્રીનિંગ

અટલ સમાચાર, મોડાસા

વિશ્વભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી પ્રવેશતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને તપાસ ચેકિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે મોડાસા પાલિકા તંત્રએ શહેરના તમામ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ હાથ ધરવાની સાથે જાહેરસ્થળોએ થુંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા આંતરરાજ્ય સરહદેથી આવતા મુસાફરોનુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર કોરોના વાઈરસ અટકાવવા સતત જિલ્લાની તમામ પરિસ્થિતિનું ધ્યાન રાખી રહ્યા છે. ડિઝાસ્ટર શાખા કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોડાસાની ખાનગી હોસ્પિટલો સારવાર અર્થે રાજસ્થાનથી આવતા દર્દીઓની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. મોડાસામાં તમામ હોટલોનું ચેકીંગ કરવામાં આવે છે અને રાજસ્થાનથી આવતા કામદારોનું આરોગ્ય તંત્ર દ્રારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. મોડાસા પાલિકા દ્રારા તમામ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ હાથ ધરવામાં આવ્યુ છે. આ સાથે શહેરમાં ધમધમતી 14 જેટલી નોનવેજ હોટલ અને ખાણી-પીણીના સ્ટોલ પણ બંધ કરાવી દીધા છે.