આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી વોચ ગોઠવી હતી. આર.આર.સેલ અને ટીમે માલપુર સોમપુર ચોકડીથી ધનસુરા તરફ વિદેશી દારૂ બોલેરો જીપમાં ભરી પસાર થતા ઉભારણના ભરત રમેશ ઠાકોરને અણીયોર કંપા નજીકથી 1.72 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

માલપુરની સોમપુર ચોકડી તરફથી આવતી બોલેરો જીપની ઝડપ શંકાસ્પદ જણાતા અણીયોર નજીક વોચ ઊભી રહેલી આર.આર.સેલની ટીમે બોલેરો જીપને અટકાવી તપાસ કરતા જીપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને બિયર પેટી-43 તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-1602 કિં.રૂ.1,72,200 નો જથ્થો જપ્ત કરી ભરત રમેશ ઠાકોર (મૂળ રહે, વાલેર જી. બનાસકાંઠા) હાલ રહે, ઉભરાણ તા.માલપુર, જી-અરવલ્લીને દબોચી લઈ જીપની કિં.રૂ.400000 મળી કુલ રૂ.5,72,200નો મુદ્દામાલ જપ્ત કરી ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી કરાઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code