અરવલ્લી@દુષ્કર્મ: મહિલાની મરજી વિરૂધ્ધ બળાત્કાર બાદ હેરાન કરતા FIR

અટલ સમાચાર,મેઘરજ અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની લાખાપુર ગામની ૩૪ વર્ષીય પરણિત મહિલાને પરિચિત હોવાનો લાભ ઉઠાવી બસની રાહ જોઈ ઉભી હતી. ત્યારે કાલીયા કૂવાના પૂર્વ સરપંચ અને નિવૃત આર્મીમેન રત્નાભાઇ જેમાભાઈ ડામોરે તકનો લાભ ઉઠાવી કારમાં બેસાડી મોડાસા ફરવાના બહાને લાવી બસ સ્ટેન્ડ સામે આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની દુષ્કર્મ આચરતા
 
અરવલ્લી@દુષ્કર્મ: મહિલાની મરજી વિરૂધ્ધ બળાત્કાર બાદ હેરાન કરતા FIR

અટલ સમાચાર,મેઘરજ

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની લાખાપુર ગામની ૩૪ વર્ષીય પરણિત મહિલાને પરિચિત હોવાનો લાભ ઉઠાવી બસની રાહ જોઈ ઉભી હતી. ત્યારે કાલીયા કૂવાના પૂર્વ સરપંચ અને નિવૃત આર્મીમેન રત્નાભાઇ જેમાભાઈ ડામોરે તકનો લાભ ઉઠાવી કારમાં બેસાડી મોડાસા ફરવાના બહાને લાવી બસ સ્ટેન્ડ સામે આવેલા લક્ષ્‍મી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની દુષ્કર્મ આચરતા ચકચાર મચી હતી.

એક ગામડાની ૩૪ વર્ષીય પરણિત મહિલા ૭ માર્ચે મેઘરજ કામકાજ અર્થે જઈ ઘરે પરત ફરવા મેઘરજ-કાલીયા કુવા તરફ જતા રોડ પર વાહનની રાહ જોઈ ઊભી રહી હતી. કાલીયા કુવા ગામે મહિલાના સંબંધીના બાજુમાં રહેતો નિવૃત્ત આર્મી જવાન અને પૂર્વ સરપંચ રત્ના જેમાભાઈ ડામોર કાર લઈ આવ્યો હતો અને મહિલાને મેઘરજ જતો હોવાનું જણાવી મહિલાને કારમાં બેસાડી દીધી હતી.

મેઘરજ આવતા મહિલાએ કાર થંભાવવાનું જણાવતા મહિલાને મોડાસા ફરવા જવાની લાલચ આપી મોડાસા બસ સ્ટેન્ડ સામે આવેલા લક્ષ્‍મી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ રૂમમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા મહિલા ગભરાઈ ઉઠી હતી. દુષ્કર્મની ઘટના પછી મહિલાએ આબરૂ જવાની બીકે પરિવારજનોને વાત ન કરતા આર્મી જવાને સતત ફોન કરી હેરાન કરતા આખરે મહિલાએ તેના પતિ અને પરિવારને જાણ કરી હતી. પરિવારે મહિલાને હિમ્મત આપતા મામલો મેઘરજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મેઘરજ પોલીસે રત્ના જેમાભાઈ ડામોર સામે વિરુદ્ધ ઈપીકો કલમ ૩૬૬, ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા