અરવલ્લી@આગ: મોડાસામાં હાઇવેની હોટલ આગળ ટ્રક સળગી

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના વાંટડા પાસે શનિવારે સવારે હોટલ આગળ એક ટ્રક ઊભી હતી. અગમ્ય કારણોસર આ ટ્રકમાં અચાનક આગ ભભુકી હતી. જેના પગલે આખી ટ્રક સળગી હતી. અને ધીમે ધીમે આખી ટ્રક આગની લપોટમાં આવી ગઇ હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ ઉપર આવી ગઇ હતી. અને આગ ઉપર કાબુ
 
અરવલ્લી@આગ: મોડાસામાં હાઇવેની હોટલ આગળ ટ્રક સળગી

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસાના વાંટડા પાસે શનિવારે સવારે હોટલ આગળ એક ટ્રક ઊભી હતી. અગમ્ય કારણોસર આ ટ્રકમાં અચાનક આગ ભભુકી હતી. જેના પગલે આખી ટ્રક સળગી હતી. અને ધીમે ધીમે આખી ટ્રક આગની લપોટમાં આવી ગઇ હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ ઉપર આવી ગઇ હતી. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા. મહત્વનું છે કે, ઉનાળાની આકરી ગરમીમાં આગના બનાવો બહાર આવે તો નવાઇ નહી.