અરવલ્લીઃ રોજમદારોએ વનવિભાગ મુર્દાબાદના નારા લગાવતા ખળભળાટ

અટલ સમાચાર, મોડાસા વનવિભાગના રોજમદારોની વર્ષો જૂની કાયમી થવાની માંગ નહિ સંતોષાતા ઉગ્ર રોષ ફેલાયો છે. આથી અરવલ્લી જીલ્લાના રોજમદારો સોમવારથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. રાત્રિના સુમારે કડકડતી ઠંડીમાં ભજન કીર્તન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મંગળવારે આક્રમક બની અર્ધનગ્ન હાલતમાં ધરણા પર બેઠા છે. વનવિભાગ અને ડીએફઓ વિરૂદ્ધ મુર્દાબાદના નારા લગાવતાં
 
અરવલ્લીઃ રોજમદારોએ વનવિભાગ મુર્દાબાદના નારા લગાવતા ખળભળાટ

અટલ સમાચાર, મોડાસા

વનવિભાગના રોજમદારોની વર્ષો જૂની કાયમી થવાની માંગ નહિ સંતોષાતા ઉગ્ર રોષ ફેલાયો છે. આથી અરવલ્લી જીલ્લાના રોજમદારો સોમવારથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. રાત્રિના સુમારે કડકડતી ઠંડીમાં ભજન કીર્તન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મંગળવારે આક્રમક બની અર્ધનગ્ન હાલતમાં ધરણા પર બેઠા છે. વનવિભાગ અને ડીએફઓ વિરૂદ્ધ મુર્દાબાદના નારા લગાવતાં મામલો ગરમાયો છે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાના રોજમદારોએ પડતર માંગણીઓ મુદ્દે લોકસભા ચુંટણી પહેલા લડત શરૂ કરી છે. કાયમી કરવાની માંગ છેલ્લા કેટલાક સમયથી અધુરી રહેતાં અર્ધનગ્ન બની ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. 40 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓએ અચોક્કસ મુદતની ભૂખ હડતાલના બીજા દિવસે આક્રોશ સાથે માત્ર પેન્ટ પહેરી નાયબ વન સંરક્ષણ કચેરી નજીક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે રાજ્ય વનવિભાગ મુર્દાબાદના નારા લગાવતા જીલ્લા વન આલમમાં ચકચાર મચી ગઈ છે. મોડાસા ખાતે આવેલી ડી.સી.એફની કચેરી પહોંચી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. આ સાથે રોજમદારોને કંઈપણ થશે તો તેની જવાબદારી વનવિભાગની રહેશે તેવું જણાવ્યું હતું.