અરવલ્લી: આંબલિયારા પંથકમાં પાણીના અભાવે ખેતરો ઉજ્જડ બન્યા

અટલ સમાચાર,અરવલ્લી ભૂગર્ભજળના અભાવે ઉત્તરગુજરાતમાં ઉનાળુ વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થવા પામ્યું છે. આ અસર હેઠળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા પંથકમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતાં ભૂગર્ભજળ સપાટી તળિયે જતાં રહેતાં ઉનાળુ વાવેતર નહિવત પ્રમાણમાં થવા પામ્યું છે. વિસ્તારના આંબલિયારા, જીતપુર, અમિયાપુર, ચાંદરેજ વગેરે ગામોમાં મોટાભાગે કૂવાના પાણી ધ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ગત વર્ષે
 
અરવલ્લી: આંબલિયારા પંથકમાં પાણીના અભાવે ખેતરો ઉજ્જડ બન્યા

અટલ સમાચાર,અરવલ્લી

ભૂગર્ભજળના અભાવે ઉત્તરગુજરાતમાં ઉનાળુ વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થવા પામ્યું છે. આ અસર હેઠળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા પંથકમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતાં ભૂગર્ભજળ સપાટી તળિયે જતાં રહેતાં ઉનાળુ વાવેતર નહિવત પ્રમાણમાં થવા પામ્યું છે. વિસ્તારના આંબલિયારા, જીતપુર, અમિયાપુર, ચાંદરેજ વગેરે ગામોમાં મોટાભાગે કૂવાના પાણી ધ્વારા સિંચાઈ કરવામાં આવે છે.

ગત વર્ષે ચોમાસામાં તેમજ અગાઉના બે વર્ષ દરમ્યાન વરસાદ સરેરાશ કરતાં વરસાદ ઓછો થવાથી ભૂગર્ભજળ સપાટી દિન પ્રતિદિન ઘટવા લાગી છે. જેની અસર હેઠળ ચાલુ સિઝન દરમ્યાન કૂવાના તળિયા દેખાયા છે. આ વિસ્તારના ખેતરોમાં માંડ ૧૫ ટકા જેટલું વાવેતર થયું છે.

આ વિસ્તારની કમનસીબી એ છે કે પંથકના પૂર્વમાં વાત્રક અને પશ્ચિમમાં માઝુમ નદી આવેલી છે છતાં ભૂગર્ભજળ સંગ્રહિત થતું નથી. સિંચાઈ માટે કોઈ નહેર કે અન્ય સુવિધા નથી. જીતપુર ગામની વારંવાર રજૂઆતના પગલે વાત્રક નદીમાંથી પમ્પીંગ ધ્વારા બહુચર તળાવમાં પાણી ભરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે પણ કામની શરૂઆત થવામાં આચારસહિતાનું ગ્રહણ લાગવા પામ્યું છે.