અરવલ્લીઃ ડબ્બામાં પેકિંગ કરેલ 249 કિલો પોશડોડાના સાથે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક અરવલ્લી નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા ગઢડા ગામની સીમમાંથી પોશ ડોડા સાથે મહારાષ્ટ્રીયનને ઝડપ્યો છે. ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે મોડાસા રૂરલ પોલીસે શામળાજીથી હિંમતનગર જતાં પિકઅપ ડાલામાંથી કેબીનમાં ડ્રાઈવરના સીટ નીચે ઘઉંનું ભુસુ ભરેલી 7 પ્લાસ્ટિકની થેલીઓમાં વગર પાસ પરમીટે કેફી માદક પદાર્થ પોશડોડા કુલ વજન 249.300 કિ.ગ્રા કિં રૂ
 
અરવલ્લીઃ ડબ્બામાં પેકિંગ કરેલ 249 કિલો પોશડોડાના સાથે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા ગઢડા ગામની સીમમાંથી પોશ ડોડા સાથે મહારાષ્ટ્રીયનને ઝડપ્યો છે. ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે મોડાસા રૂરલ પોલીસે શામળાજીથી હિંમતનગર જતાં પિકઅપ ડાલામાંથી કેબીનમાં ડ્રાઈવરના સીટ નીચે ઘઉંનું ભુસુ ભરેલી 7 પ્લાસ્ટિકની થેલીઓમાં વગર પાસ પરમીટે કેફી માદક પદાર્થ પોશડોડા કુલ વજન 249.300 કિ.ગ્રા કિં રૂ 149580 સહિત રૂ 275380નાં મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લીના શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા ગઢડા ગામની સીમમાંથી શામળાજીથી હિંમતનગર તરફ જતાં પિકઅપ ડાલાને તપાસ કરતા પિકઅપ ડાલા નંબર જી.જે.4.W.9334 માંથી વગર પાસ પરમીટે કેફી માદક પદાર્થ પોશડોડા જેના કુલ વજન 249.300 કિ.ગ્રા કિ રૂ 149580 તથા મોબાઇલ નંગ-2 કિ રૂ 2500 તથા રોકડ રકમ 3300 અન્ય આધાર પુરાવા તથા ઘઉનું ભુસુ ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ-7 કિં રૂ. 275380નાં મુદ્દામાલ સાથે ઇસમ ઝડપાયો હતો.

સુત્રો જણાવ્યુ હતુ કે, ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીકઅપ ડાલાના ડ્રાઇવર હુકમ અમરસિંહ ચારણ ઉ.વ 40 રહે. સાઘંવી તા- શિરપુર જી-ધૂલે રાજ્ય-મહારાષ્ટ્રની ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ 1985ની કલમ 8 (સી) 15 (સી) 22 (સી) મુજબ અટકાયત કરી પંચનામું તથા અન્ય દસ્તાવેજો કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.