અરવલ્લીઃ માઝૂમ ડેમ ઓવરફ્લો, 157.10 મીટરની સપાટીએ પાણી
અટલ સમાચાર, ડેસ્ક અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે માઝૂમ, મેશ્વો, વૈડી તેમજ વાત્રક જળાશયમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. માઝૂમ જળાશયમાં પાણીની ભારે આવક થતાં મોડી રાતથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની 157.10 મીટરની સપાટીએ પહોચ્યો છે. જેનું રૂલ લેવલ જાળવવા માટે 300 ક્યુસેકથી પણ વધુ પાણી
                                          Sep 12, 2019, 16:00 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, ડેસ્ક
અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે માઝૂમ, મેશ્વો, વૈડી તેમજ વાત્રક જળાશયમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. માઝૂમ જળાશયમાં પાણીની ભારે આવક થતાં મોડી રાતથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
 
 
હાલ ડેમની 157.10 મીટરની સપાટીએ પહોચ્યો છે. જેનું રૂલ લેવલ જાળવવા માટે 300 ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનો હાલ એક દરવાજો 1 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે, જેથી રૂલ લેવલ જળવાઈ રહે છે.

