આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

અરવલ્લીનાં મેઘરજનાં ઝરડાનાં આર્મી જવાન ખુશાલસિંહ કટારા લેહમાં ફરજ બજાવે છે. સાત દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ખુશાલસિંહ પર બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડી હતી. જેના કારણે તેઓ દટાઇ ગયા હતા. અને સારવાર રમ્યાન તે શહિદ થયા છે. આ વિશે તેમના પરિવારને જાણ થતા પરિવાર સહિત ગામમાં દુખની લાગણી છવાઇ ગઇ છે.
સાત દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ખુશાલસિંહ પર બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડી હતી. જેના કારણે તેઓ દટાઇ ગયા હતા. તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ કટારાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે આર્મીની હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.

જોકે છેલ્લા સાત દિવસથી જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતાં. આખરે તેઓ જીંદગી સામે હારી ગયા છે. આ સમાચાર સાંભળતાની સાથે જ તેમના પરિવાર તથા આખા ગામમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. જમ્મુ કાશ્મિરમાં ફરજ બજાવતા ખુશાલસિંહને 4 અને 2 વર્ષનાં બે બાળકો છે. શનિવારે તેમના પાર્થિવ શરીરને તેમના વતન લાવવામાં આવ્યું હતું. આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. આ વીરનાં અંતિમ દર્શન માટે આખું ગામ ઉમટી પડ્યું હતું.

30 Sep 2020, 5:43 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,665 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code