અરવલ્લી: જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં 29 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે, કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ માટે એનડીએરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી દેવાયું છે. જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા માટે
 
અરવલ્લી: જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં 29 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે, કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ માટે એનડીએરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી દેવાયું છે.

જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા માટે NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે, જેમાં 30 જવાનો સહિત એક ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. NDRFના રાકેશ સિંગ જૂન કમાન્ડન્ટ ગાંધનગરના આદેશાનુસાર અરવલ્લી જિલ્લામાં ઉતારી દેવાઈ છે. આ ટીમ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને ટીમ દ્વારા ગત વર્ષે પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામડાઓ સહિત વિવિધ ગામડાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સર્વે કરવા સહિતની કામગીરી હાથ ધરશે. હાલ એનડીઆરએફની ટીમને મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ખાસ વ્યવસ્થા કરાઈ છે.