અરવલ્લી : મરતે પણ મારગ નહીં, આ ગામમાં પાણીમાંથી નિકળી સ્મશાન યાત્રા

અટલ સમાચાર, ભિલોડા વરસાદ વધુ પડે તો પણ લોકોને હાલાકી અને ઓછો પડે તો પણ લોકોને તેની અસર વર્તાય છે. આવી જ એક સમસ્યા અરવલ્લી જિલ્લાના માલપુરમાં જોવા મળી છે કે, જ્યાં મરતે પણ માર્ગ ન મળવા જેવી સ્થિતિથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માલપુર તાલુકાના જીતપુર ગામે એક મહિલાનું મોત થયા બાદ તેની અંતિમ
 
અરવલ્લી : મરતે પણ મારગ નહીં, આ ગામમાં પાણીમાંથી નિકળી સ્મશાન યાત્રા

અટલ સમાચાર, ભિલોડા

વરસાદ વધુ પડે તો પણ લોકોને હાલાકી અને ઓછો પડે તો પણ લોકોને તેની અસર વર્તાય છે. આવી જ એક સમસ્યા અરવલ્લી જિલ્લાના માલપુરમાં જોવા મળી છે કે, જ્યાં મરતે પણ માર્ગ ન મળવા જેવી સ્થિતિથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માલપુર તાલુકાના જીતપુર ગામે એક મહિલાનું મોત થયા બાદ તેની અંતિમ યાત્રામાં જે સમસ્યાઓ સર્જાઈ હતી તે કદાચ ભાગ્યે જ જોવા મળી મળી હશે.

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી વાત્રક જળાશય છલોછલ થતા નીચાણવાળા વિસ્તારો ડૂબ માં ગયા છે. તો કેટલાક વિસ્તારોના ખેતરો પાણી પાણી થયા છે. આવી સ્થિતિથી જીતપુર ગામ પણ દૂર નથી રહ્યું. જીતપુર ગામમાં વાત્રક જળાશયનું પાણી આવતા અંતિમ યાત્રાએ જતાં ડાઘુઓને હાલાકી પડી હતી. ચોમાસા બાદ સ્મશાનના રસ્તે વાત્રક નદીનું પાણી ભરાઇ રહેતાં ડાધુઓ પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા હતાં.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

માલપુર તાલુકાના જીતપુર ગામે વરસાદ બાદ ભરાયેલા પાણીનો કોઇ જ નિકાલ ન થતાં સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ તંત્ર કે સત્તાધીશો દ્વારા કોઇ જ નિકાલ કરવામાં ન આવતો હોવાથી સ્થાનિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.