અરવલ્લી: શિક્ષકોની બદલીમાં ભ્રષ્ટાચાર, શિક્ષણ સમિતિના ચેરમેનનો જાહેરમાં ખુલાસો

અટલ સમાચાર, ધનસુરા તાજેતરમાં અરવલ્લીના ધનસુરા ખાતે જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે વધ-ઘટ બદલી કેમ્પ યોજાયો હતો. જોકે, જીલ્લામાં સ્થળની પસંદગી પહેલા જ જીલ્લાની આશ્રમ શાળામાં ફરજ બજાવતા ૮ શિક્ષકો પાસેથી લાખ્ખો રૂપિયા લઈ અધિકારીઓની મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર તંત્ર દ્વારા આચરવામાં આવ્યો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ અરવલ્લી જીલ્લા પંચાયત
 
અરવલ્લી: શિક્ષકોની બદલીમાં ભ્રષ્ટાચાર, શિક્ષણ સમિતિના ચેરમેનનો જાહેરમાં ખુલાસો

અટલ સમાચાર, ધનસુરા

તાજેતરમાં અરવલ્લીના ધનસુરા ખાતે જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે વધ-ઘટ બદલી કેમ્પ યોજાયો હતો. જોકે, જીલ્લામાં સ્થળની પસંદગી પહેલા જ જીલ્લાની આશ્રમ શાળામાં ફરજ બજાવતા ૮ શિક્ષકો પાસેથી લાખ્ખો રૂપિયા લઈ અધિકારીઓની મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર તંત્ર દ્વારા આચરવામાં આવ્યો હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ અરવલ્લી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલે કર્યો હતો.

અરવલ્લી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં આશ્રમ શાળાના વધના 8 શિક્ષકો (લિઓન) કોર્ટના આદેશ મુજબ 1.5 વર્ષથી ઓર્ડર લઇ જિલ્લામાં આવ્યા હતા. તેઓ પાસેથી પણ મોટી રકમ લઇ દોઢ વર્ષ બાદ નિયમ વિરુદ્ધ હાજર કર્યા હોવાનો ચેરમેને શિક્ષણ વિભાગ સામે આક્ષેપ કર્યો હતો. આમ સમગ્ર જિલ્લામાં ચાલતા વધઘટ બદલી ભરતી કેમ્પમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને વિશ્વાસમાં લીધા સિવાય મોટા પાયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું જણાવી યોગ્ય તપાસની માગ કરી છે.