આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,શામળાજી

શામળાજી ખાતે આવેલા સી.એચ.સી.માં ૧૦૮માં ફરજ બજાવતા ઉત્તર ગુજરાત વિભાગના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા અને પાટણ જિલ્લાના કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 108ના અધિકારીઓ અને અરવલ્લી જીલ્લા કલેકટર એમ નાગરાજન, ડી.ડી.ઓ. હર્ષિત ગોસાવી અને આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓ દ્વારા આયોજિત નોર્થ ગુજરાત વિભાગની સારી કામગીરી બદલ એવોર્ડ વિતરણનું આયોજન થયું હતું. જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર, ડીડીઓ અરવલ્લી, આરોગ્ય અધિકારી, 108 સેવાના સીઓઓ(ગુજ.)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સૌ કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code