અટલ સમાચાર, હિંમતનગર
અરવલ્લીના ધનસુરા ખાતે આતંકવાદીઓ પ્રત્યે ભારોભાર રોષ પ્રગટ કરતા પંથકના દેશપ્રેમી વેપારીઓ, અગ્રણીઓ, ગ્રામજનો, મહિલાઓ અને યુવાનોએ રેલી કાઢી કેન્ડલમાર્ચ અને આતંકવાદનું પુતળાદહન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ કાશ્મીર માં દેશ ના વીર જવાનો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો થયા બાદ સમગ્ર દેશ માં પાકિસ્તાન અને આતંકવાદ પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વેપારીઓ, ગ્રામજનો અને યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. સાથે વીર જવાનો અમર રહોના નારા લગાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી.