આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં થોડાક દિવસોના વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેથી ડેન્ગ્યૂ, મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે. પાણીમાં ગપ્પી માછલી નાખવાથી મચ્છરો ઘટે છે તે વિજ્ઞાનની બાબત છે તે આપણે સહુ જાણીએ છીએ, પણ કેટલા કોર્પોરેશન તે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે? આ મચ્છરોને ઉગતા જ ડામી દેવા માટે માલપુર તાલુકા આરોગ્ય કચેરી સજ્જ બની છે.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકામાં આરોગ્ય અધિકારી અને ટીમ દ્વારા ગપ્પી માછલીઓનો નવતર પ્રયોગ હાથધરી તાલુકાના તમામ જળાશયો અને રહેણાંક વિસ્તારોમાં પાણી સંગ્રહના સ્થળોએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે. આરોગ્ય અધિકારી ગોસ્વામીના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા બાયોલોજીકલ કંટ્રોલ મેથડ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત ગપ્પી માછલીઓ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગપ્પી માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છરોના પોરા છે. મચ્છરોનું બ્રીડીંગ થતું હોય તેવા સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવતા મચ્છરોની ઉત્તપત્તિને જડમુળમાંથી જ ડામી શકાય છે. જે

માલપુરના જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રજાજનો દ્વારા સંગ્રહિત થતા પાણીના સ્થળોએ જેવા કે પાણીના ટાંકા, ભૂગર્ભ ટાંકા, તાલુકામાં આવેલા તમામ જળાશયો અને પાણી સંગ્રહ થતા તમામ સ્થળોએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે. તદઉપરાંત વરસાદી પાણીના નિકાલ અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન પણ હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code