અરવલ્લીઃ કારમાં સવારોનો આતંક, ટ્રકમાં તોડફોડ કરી ચાલકને માર્યો

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં દારૂ-જુગારની બદી ફૂલીફાલી છે. ત્યારે અસામાજિક તત્વો પણ બેખોફ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખાખી વર્દીનો કોઈ ખોફ ના હોય તેમ આતંક મચાવતા હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યો છે. મોડાસા-શામળાજી રોડ પર આવેલા જિલ્લા સેવા સદન નજીક અગમ્ય કારણોસર 5 શખ્સો કારમાં ધસી આવી રોડ
 
અરવલ્લીઃ કારમાં સવારોનો આતંક, ટ્રકમાં તોડફોડ કરી ચાલકને માર્યો

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં દારૂ-જુગારની બદી ફૂલીફાલી છે. ત્યારે અસામાજિક તત્વો પણ બેખોફ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખાખી વર્દીનો કોઈ ખોફ ના હોય તેમ આતંક મચાવતા હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યો છે. મોડાસા-શામળાજી રોડ પર આવેલા જિલ્લા સેવા સદન નજીક અગમ્ય કારણોસર 5 શખ્સો કારમાં ધસી આવી રોડ પરથી પસાર થતી ટ્રકમાં તોડફોડ કરતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. એટલેથી ન અટકતા ગાજણ ટોલટેક્સ નજીક ટ્રકને ફરીથી આંતરી ટ્રક-ચાલકને માર મારી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.

અરવલ્લી જિલ્લામાં જિલ્લા પોલીસવડા મયુર પાટીલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ હોવા છતાં લોકો કાયદો હાથમાં લેતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે. શામળાજી-ગોધરા રાજ્ય ધોરામાર્ગ-27 સતત ટ્રક-ટ્રેલર, કન્ટેનર અને વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે બપોરના સુમારે મોડાસા જિલ્લા સેવા સદન નજીકથી પસાર થતા ટ્રક પર કારમાં ધસી આવેલા 5 શખ્સોએ લાકડીઓ વડે તોડફોડ કરી ભયનો માહોલ સર્જ્યો હતો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અસામાજિક તત્વોના ખોફથી ડઘાઈ ગયા હતા. ટ્રક ચાલકે બચવા માટે ટ્રક હંકારી મુકતા આ તમામ શખ્સોએ ટ્રકનો પીછો કરી ગાજણ ટોલપ્લાઝા નજીક ટ્રકને અટકાવી ટ્રક ચાલક પર તૂટી પડતા આજુબાજુ માંથી પસાર થતા વાહન ચાલકો અને હોટલવાળા અને હાઈવેની બાજુમાં આવેલી કેબીન ધારકો ટ્રક ચાલકની મદદે દોડી આવતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. લોકોના ટોળેટોળા ઉમટતા કારમાં ધસી આવેલા માથાભારે શખ્સો નાસી છૂટ્યા હતા.