આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

અરવલ્લી જીલ્લાના મોડાસા-શામળાજી રોડ પર મોડાસા બાયપાસ પાસે કાર પલટી ખાતા બે લોકોનો આબાદ બચાવ થયો છે. મોડાસા બાયપાસ રોડ પરથી પસાર થતી કારનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ કાર રોડ પરથી ઉતરી પલટી ખાઈ ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં કારના ભુક્કેભુક્કા બોલાઈ ગયા હતા.

અકસ્માતને પગલે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જો કે કાર ચાલકને ઇજાઓ થતાં મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરાના જાણીતા ડૉ. ખત્રી તેમની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ડ્રાઈવર સાથે ઉદેપુર જઈ રહ્યા હતા. મોડાસા બાયપાસ રોડ પરથી પસાર થતા અચાનક કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેને પગલે ડિવાઈડર સાથે કાર અથડાઈ રોડ પર ઢસડાઈ જઈ રોડ નજીક ખાડામાં ખાબકતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નજીકમાં રહેલા રહેણાંક વિસ્તારના લોકો દોડી પહોંચી બંનેને કારની બહાર કાઢી ઈજાગ્રસ્ત કાર ચાલકને તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code