કાંકરેજ TDOનું ફરમાનઃગાૈચરના લીમડા કેમ કાપ્યા, સરપંચ ત્રણ દિ’માં જવાબ આપે
ભગવાન રાયગોર, કાંકરેજ કાંકરેજ તાલુકાના અરડુવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગાૈચર જમીનમાંથી 20 જેટલા લીમડાના ઝાડને ધળમૂળથી ઉખાડી દેવામાં આવ્યા હતા. જેમાં ખેડાણ કરી તાર ફેન્સીંગ પણ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે ગ્રામજનોનો છૂપો રોષ અટલ સમાચારે પોર્ટલે પ્રસિદ્ધ કર્યો હતો. જે કાંકરેજ TDOના ધ્યાને આવતાં જેઓએ તુરંત જ અરડુવાડા ગ્રામ પંચાયતના સરપંચને નોટીસ પાઠવી
Dec 12, 2018, 22:07 IST

ભગવાન રાયગોર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના અરડુવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગાૈચર જમીનમાંથી 20 જેટલા લીમડાના ઝાડને ધળમૂળથી ઉખાડી દેવામાં આવ્યા હતા. જેમાં ખેડાણ કરી તાર ફેન્સીંગ પણ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે ગ્રામજનોનો છૂપો રોષ અટલ સમાચારે પોર્ટલે પ્રસિદ્ધ કર્યો હતો. જે કાંકરેજ TDOના ધ્યાને આવતાં જેઓએ તુરંત જ અરડુવાડા ગ્રામ પંચાયતના સરપંચને નોટીસ પાઠવી દીધી છે.
આ નોટીસમાં સરપંચને લીમડા કેમ કપાયા, તાર ફેન્સીંગની વાડ જેવી બાબતે ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો છે.