આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ વિસ્તારના રૂણી ગામના વ્યક્તિએ અચાનક નર્મદા કેનાલમાં મોતનો કુદકો માર્યો હતો. જેની જાણ થતાં શોધખોળ માટે દોડધામ મચી હતી. આખરે યુવકની લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી પંથકમાં આત્મહત્યાના બનાવો વધી ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા નજીક આવેલા રૂણી પાસે કેનાલ ઉપર પુલ બનાવેલો છે. જ્યાંથી ગામના નરેશભાઇ પશાભાઈ પરમારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ હતું. રવિવારે મોડી રાત્રે આત્મહત્યા કરવા કુદકો માર્યો હોવાની જાણ થતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ રાત્રિના સમયે જ શોધખોળ આદરી હતી. જોકે મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો. આ પછી સોમવારે પણ શોધખોળ કરતાં આખરે મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નર્મદા કેનાલ બની રહી છે મોતનું સેન્ટર

કાંકરેજ વિસ્તારમાં થોડાક દિવસો અગાઉ મોટા જામપુર ખાતે બે પ્રમીપંખીડાએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તેના એક  દીવસ બાદ ખારીયા પાસે કેનાલમા ઓઢા ગામના યુવાને ઝંપલાવ્યુ હતુ. જોકે ત્રણ દીવસ બાદ ઉણ ગામની એક યુવતીએ પણ રાણકપુર પાસે મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યુ હતું

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code