file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

આગામી તા.૦૬/૦૪/૨૦૧૯ ના રોજ ચેટીચાંદ, તા.૧૪/૦૪/૧૯ ના રોજ ર્ડા. આંબેડકર જયંતિ તેમજ રામનવમી, તા. ૧૭/૦૪/૨૦૧૯ના રોજ મહાવીર જયંતિ, તેમજ તા. ૧૯/૦૪/૨૦૧૯ના રોજ ગુડફ્રાઇડેના તહેવારની ઉજવણી થનાર છે. તેમજ તેમજ રાજકીય સંગઠ્ઠનો/સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઇ આ કાર્યક્રમો દરમિયાન સરકાર વિરૂધ્ધમાં આક્ષેપો/પ્રતિ આક્ષેપો કરી આંદોલાત્મક કાર્યક્રમો/સરઘસ કાઢી/ભુખ હડતાલ કરી/રેલી કાઢી/આવેદનપત્ર આપવાથી પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી.પ્રજાપતિએ હથિયારબંધી ફરમાવી છે.

ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૪/૧૯ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૪/૧૯ના રોજ ૨૪-૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાંત નીચે મુજબના કૃત્યો કોઇપણ ઇસમને નહી કરવા ફરમાન કરાયું છે.

જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્‍દી સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, અપમાન કરવાનું કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું, અશ્લીય ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું, માણસનું મડદું આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવા સામે મનાઇ ફરમાવી છે.

આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.
પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પાટણ/રાધનપુર/સમી/સિધ્ધપુર, જિલ્લા પોલીસ અધિક્ષક, પાટણ, વિભાગીય પોલીસ અધિકારીઓ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટઓ તથા કોઇ પોલીસ અધિકારીએ શારીરિક અશકિતના કારણે લાકડી અગર સોટી રાખવાની પરવાનગી આપી હોય તેવા ઇસમોને લાગુ પડશે નહીં.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code