આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાની ગ્રામ પંચાયત સૌપ્રથમવાર વેપારીની ભૂમિકામાં આવી છે. લોકડાઉનને પગલે ગામલોકોને બજારભાવે દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ વેચાણ કરવામાં આવી રહી છે. જાહેરનામા ભંગ સામે અને કોરોના વાયરસ સામેની કાળજી વચ્ચે ગ્રામ પંચાયતે વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેનાથી ગામલોકોને સુચારૂ બજાર વ્યવસ્થાની સગવડ મળી છે. ગામમાં અન્ય દુકાનોની હાજરી હોઈ ગામલોકોને એક વિકલ્પ પણ મળી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેર નજીક આવેલી પાલાવાસણા ગ્રામ પંચાયતે નવીન વ્યવસ્થા ગોઠવી છે. લોકડાઉન દરમ્યાન રહીશોને દૈનિક દૂધ અને શાકભાજી ખરીદવા માટે અનેક કાળજી મહત્વની બની છે.‌ જાહેરનામું હોવાથી અને વાયરસ સામે કાળજી રાખવાની હોવાથી ગ્રામજનો ભારે દોડધામ થતી હતી. આવી સ્થિતિમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ આશા પટેલે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ખુદ ગ્રામ પંચાયત વેપારી બની દૂધ, છાશ અને શાકભાજી સહિતનું વેચાણ શરૂ કર્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code