ધરપકડ@આરોપીઃ એટીએસ અને સુરત પોલીસની કાર્યવાહીમાં 2 વોન્ટેડ નક્સલી ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક અનેક ગુનાઓમાં વોન્ટેડ એવા બે નક્સલી ગુજરાતમાંથી પકડાયા છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 2 વોન્ટેડ નક્સલીની ધરપકડ થઇ છે. જેથી હવે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ વર્ષ 2010માં નક્સલીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને નક્સલીઓ અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. તત્કાલિન રેન્જ આઇજી એ.કે.
 
ધરપકડ@આરોપીઃ એટીએસ અને સુરત પોલીસની કાર્યવાહીમાં 2 વોન્ટેડ નક્સલી ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

અનેક ગુનાઓમાં વોન્ટેડ એવા બે નક્સલી ગુજરાતમાંથી પકડાયા છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 2 વોન્ટેડ નક્સલીની ધરપકડ થઇ છે. જેથી હવે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ વર્ષ 2010માં નક્સલીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને નક્સલીઓ અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા.

તત્કાલિન રેન્જ આઇજી એ.કે. સિંઘના ધ્યાને સમગ્ર વાત આવી હતી. જે બાદ તેમણે એસઆઇટી બનાવી નક્સલીઓ સામે તપાસ શરૂ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, પરપ્રાંતીય વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિ કરતા અત્યાર સુધીમાં 22 નકસલીઓની ધરપકડ કરાઈ છે. તેમજ એફઆઈઆરમાં 26 નક્સલીઓના નામનો ઉલ્લેખ છે.