ધરપકડ@રાજકોટ: દાગીના ડબલ કરવાનું કહી ઠગાઈ કરનાર બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક રાજકોટ શહેર પોલીસે સોનાના દાગીના પડાવી લેતી સાળા-બનેવી જોડીને ઝડપી પાડ્યા છે. બંને શખ્સો બાઇક લઈને નીકળતા હતા. જેમાં એક શખ્સ તેમાંથી મહાત્મા બની જતો, જ્યારે બીજો શખ્સ લોકોને રોકીને એવું કહેતા કે મહાત્મા પાસે તમારા દાગીના મંતરાવો નડતર દૂર થશે, ઘરેણા ડબલ થશે. પરંતુ બન્ને શખ્સ પોલીસના સંકજમાં આવી જતા
 
ધરપકડ@રાજકોટ: દાગીના ડબલ કરવાનું કહી ઠગાઈ કરનાર બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

રાજકોટ શહેર પોલીસે સોનાના દાગીના પડાવી લેતી સાળા-બનેવી જોડીને ઝડપી પાડ્યા છે. બંને શખ્સો બાઇક લઈને નીકળતા હતા. જેમાં એક શખ્સ તેમાંથી મહાત્મા બની જતો, જ્યારે બીજો શખ્સ લોકોને રોકીને એવું કહેતા કે મહાત્મા પાસે તમારા દાગીના મંતરાવો નડતર દૂર થશે, ઘરેણા ડબલ થશે. પરંતુ બન્ને શખ્સ પોલીસના સંકજમાં આવી જતા તેમને જેલના સળીયા પાછળ ધકેલાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કેસની વિગત એવી છે કે, થોડા દિવસ પહેલાં સરધારના ખારચીયા ગામમાં નિરાલી ફાર્મ હાઉસ સામે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર એક મહિલાને એક શખ્સે અટકાવી હતી. જેમાં તેને જણાવ્યુ હતુ કે,  દૂર ઉભેલો બીજો શખ્સ મહાત્મા છે, તે કોઇપણ નડતર દૂર કરી દે છે. ‘દાગીના હોય તો મંતરીને એકના ડબલ કરી આપે છે. તેવી વાતો કરી મહિલાને ભોળવી તેના પતિની બિમારી દૂર કરી દેવાની અને સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ ભોળવાઈને તેની પાસેની સોનાની બુટી સહીતના દાગીના મળી રૂ. 25,810 રૂપિયાના ઘરેણા લઇ મંતરવાના બહાને લીધા હતા. બાદમાં મહિલાને રૂમાલની પોટલી આપી આપી ફરાર થઈ ગયા હતા. રૂમાલની પોટલીને મંદિર સામે ખોલવાનુ જણાવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલાએ ઘરે જઇને રૂમાલ ખોલતાં અંદરથી પથ્થર નીકળ્યા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખ્યો હતો. જેમાં કેશોદ અને જુનાગઢના ગઠીયા સાળા-બનેવીને પકડી લીધા છે. સરધાર પીએસઆઇને મળેલી માહિતી પરથી આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઇ પાસે વોચ રાખી બે ઠગો અબુબકર સુલેમાનભાઇ પડાયા તથા તેનો સાળો સલીમ મજીદભાઇ મકવાણા મકાનમાં ભાડે જુનાગઢ, મૂળ મોટાને પકડી લઇ દાગીના અને બાઇક કબ્જે કર્યા હતા.