મારૂતિ અર્ટિગાની કિમત અને લાક્ષણિકતાઓ જાણો

કાર નિર્માતા કંપની મારૂતી સુઝૂકી ઇન્ડિયાએ મલ્ટી પરપઝ વ્હીકલ(MPV)અર્ટિંગા (Ertiga)ના નવા વેરિએન્ટ લોન્ચ દિલ્હીમાં કર્યુ છે. કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44 લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે. ત્યારે ડીઝલ વેરિએન્ટ 8.84 લાખી 10.9 લાખ રૂપિયાની વચ્ચે મળશે. અર્ટિગાના પેટ્રોલ વેરિએન્ટની કિંમત જૂના મોડલ
 
મારૂતિ અર્ટિગાની કિમત અને લાક્ષણિકતાઓ જાણો

કાર નિર્માતા કંપની મારૂતી સુઝૂકી ઇન્ડિયાએ મલ્ટી પરપઝ વ્હીકલ(MPV)અર્ટિંગા (Ertiga)ના નવા વેરિએન્ટ લોન્ચ દિલ્હીમાં કર્યુ છે. કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44 લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે. ત્યારે ડીઝલ વેરિએન્ટ 8.84 લાખી 10.9 લાખ રૂપિયાની વચ્ચે મળશે. અર્ટિગાના પેટ્રોલ વેરિએન્ટની કિંમત જૂના મોડલ કરતા 71 હજાર રૂપિયા સુધી વધારે છે. ડીઝલ મોડલની કિંમત 20 રૂપિયા વધારે છે.
નવી અર્ટિગાને મારૂતિએ હરટેક્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. તેની લંબાઇ 4,396 એમએમ, પહોડાઇ 1,735 એમએમ અને ઉંચાઇ 1690 એમએમ છે. કારના ઇન્ટિરિયરમાં પણ વૂડ ફિનિશિંગ આપી પ્રિમિયમ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવી અર્ટિગામાં મારૂતિએ સેડાન સિયાજવાળું 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ 6,000 rpm પર 105 hpનો પાવર અને 4,400 rpm પર 138 ન્યૂટન મીટર ટોક જનરેટ કરે છે. કારના ડિઝલ વેરિએન્ટમાં 1.3 લીટરનું ડીઝલ એન્જિન છે.
મારૂતિના કેનિચી આયુકાવાએ મિડિયાને જણાવ્યું હતું કે નેક્સટ જેનરેશનની અર્ટિગાને ઘણા વિચાર કર્યા બાદ ડિઝાઇન કરવામાં આવી છે.ગ્રાહકોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી છે.
અર્ટિગાની Z+વેરિએન્ટમાં મારૂતિનું સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.