અટલ સમાચાર, અરવલ્લી
ધનસુરા પંથકમાં ગુજેરી, કોલવડા અને ભેરૂન્ડાના જંગલ વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી લોકોમાં ભય સર્જાયો હતો. ત્યારે કોલવડા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારની પાસે ખેતરમાં કામ કરતા જેસીબી ચાલકે તેના મોબાઈલમાં દીપડાનો વીડિયો કેદ કર્યો હતો. જોકે વિડીયો વાયરલ થતા લોકોમાં ડરનું વાતવરણ બન્યુ છે.
અરવલ્લી જીલ્લાના ધનસુરા પંથકમાં દિપડાએ દેખાં દેતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. જોકે કોલવડા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારની પાસે ખેતરમાં કામ કરતા જેસીબી ચાલકે તેના મોબાઈલમાં દીપડાનો વીડિયો કેદ કર્યો હતો. જે વિડીયો વાઇરલ થતા આસપાસના લોકોમાં વધુ ડર જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વન વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.