અરવલ્લી જિલ્લા પંચાયતની સભામાં આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગરમા-ગરમી

અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જિલ્લા આરોગ્ય કચેરીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને તઘલખી નિર્ણયોના વિરુધ્ધમાં ચર્ચા સહિતના મુદ્દે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં છુટા કરાયેલા ૨૭ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોના હિતમાં કાયદાકીય માર્ગદર્શન મેળવવા કમિટિની રચના કરાઈ હતી. જયારે જિલ્લાના આરોગ્ય અધિકારી વિરૃધ્ધ કરાયેલા ગંભીર આક્ષેપોનો અભ્યાસ કરવા નક્કી થયું હતું.
 
અરવલ્લી જિલ્લા પંચાયતની સભામાં આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગરમા-ગરમી

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જિલ્લા આરોગ્ય કચેરીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને તઘલખી નિર્ણયોના વિરુધ્ધમાં ચર્ચા સહિતના મુદ્દે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં છુટા કરાયેલા ૨૭ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોના હિતમાં કાયદાકીય માર્ગદર્શન મેળવવા કમિટિની રચના કરાઈ હતી. જયારે જિલ્લાના આરોગ્ય અધિકારી વિરૃધ્ધ કરાયેલા ગંભીર આક્ષેપોનો અભ્યાસ કરવા નક્કી થયું હતું.  આ સાથે ડીડીઓને જરુરી સુચનાઓ આપવા જિલ્લા પંચાયત પ્રમુખને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો.

દેશની ચાર અલગ-અલગ યુનિર્વસીટીના સેનેટરી ઈન્સ્પેકટર ઈન ડીપ્લોમાના સર્ટીફીકેટના આધારે એમપીએચડબલ્યુની જગ્યાઓ પર નોકરી કરી રહેલા કેટલાક કર્મચારીઓના સર્ટીફિકેટો જ ખોટા હોવાની ફરીયાદ બાદ જયાં જયાં ભરતી થઈ હતી તેવા તમામ જિલ્લાઓમાં તપાસ હાથ ધરાઈ હતી.

તાજેતરની વિવાદસ્પદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં અરવલ્લી જિલ્લામાં 17 કર્મચારીઓના સર્ટીફીકેટ બાબતે તપાસને અંતેજિલ્લા આરોગ્ય અધિકારીએ છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીની ભરતી કૌભાંડના મુદ્દે અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટના હુકમનું યોગ્ય રીતે અર્થઘટન ન કરી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ૨૭ કર્મીઓને ફરજ મોકુફ કરી દેવાતાં મામલો ગરમાયો હતો. જેથી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખે ૨૦મી ડીસેમ્બરે ખાસ સામાન્ય સભા યોજી હતી.  જેમાં વિરોધપક્ષ અને શાસક પક્ષના સભ્યોએ સાથે મળી આરોગ્ય અધિકારી ર્ડા.અમરનાથ વર્મા ઉપર તવાઈ બોલાવી હતી.

અંતે આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપો અને છુટા કરાયેલ કર્મચારીઓના હીતમાં કાયદાકીય માર્ગદર્શન મેળવી નિર્ણય કરવા આઠ સભ્યોની કમિટિની સર્વાનુમત્તે રચના કરાતા હાશકારો અનુભવાયો હતો.