અરવલ્લી: મોબાઇલ કોન્ફરન્સ દ્રારા પશુપાલનમાં વ્યવસ્થાપનની માહિતી અપાઇ

અટલ સમાચાર, અરવલ્લી રિલાયન્સ ફાઉન્ડેશન અને સાબર ડેરી દ્વારા અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાનાં જુદા-જુદા ગામોના 30 પશુપાલકોને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સાબર ડેરીના પશુપાલન વિભાગમાંથી વૈજ્ઞાનિક ડો પી.એસ.પટેલ અને ડો કે.આર.પટેલ જોડાયા હતા. જેમાં તેમના દ્વારા પશુપાલકોને દૂધાળા પશુઓ, ગાભણ પશુઓ, વાછરડી તેમજ નાની પાડી માટે પોષણ વ્યવસ્થાપન અંતર્ગત
 
અરવલ્લી: મોબાઇલ કોન્ફરન્સ દ્રારા પશુપાલનમાં વ્યવસ્થાપનની માહિતી અપાઇ

અટલ સમાચાર, અરવલ્લી

રિલાયન્સ ફાઉન્ડેશન અને સાબર ડેરી દ્વારા અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાનાં જુદા-જુદા ગામોના 30 પશુપાલકોને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સાબર ડેરીના પશુપાલન વિભાગમાંથી વૈજ્ઞાનિક ડો પી.એસ.પટેલ અને ડો કે.આર.પટેલ જોડાયા હતા. જેમાં તેમના દ્વારા પશુપાલકોને દૂધાળા પશુઓ, ગાભણ પશુઓ, વાછરડી તેમજ નાની પાડી માટે પોષણ વ્યવસ્થાપન અંતર્ગત ખોરાકની આહારકીય કાળજી, સમતોલ આહાર, ગાભણના રહેવાની સમસ્યાઓ, રોગો માટે દેશી ઉપચાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પશુપાલમાં વ્યવસ્થાપન માટે ઘરે બેઠા-બેઠા મોબાઈલ કોન્ફરન્સના માધ્યમથી પશુપાલકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો જેવા કે ફેટ ઘટી જવા, પશુ ગાભણના થાવું, સુવા રોગ, ઊથલા મારવા, ગાતર નીકળવું, આંચળની બીમારી વગેરેનું નિરાકરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પશુઓનું આરોગ્ય સારું રહે અને તંદુરસ્તી જળવાય તે માટે સાબરીમલ ગોલ્ડ, સાબર ગૌશક્તિ, બાયપાસ પ્રોટીન દાણ વગેરે વધારેમાં વધારે ઉપયોગ કરે તેવું સૂચન કર્યું હતું. આ કોન્ફરન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ ભાવેશ પટેલ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ ટેકનોલોજી આધારિત સેવાઓ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ દ્વારા ખેતી અને પશુપાલન, બજારભાવ અને હવામાન વગેરેની માહિતી લેવા માટે સૂચન કર્યું હતું.