આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મેઘરજ પોલીસે ચોરી કરેલી કાર લઇ ગુજરાત રાજ્યમાં ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળેલ શખ્શ પેટ્રોલિંગ ઝડપી પાડયો છે. મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન ડુંડવાડા ગામ નજીકથી પસાર થતી નંબર વગરની આઈ-૧૦ કાર શંકાસ્પદ જણાતા કાર ચાલકને અટકાવી કારની તલાસી લીધી હતી.

મેઘરજ પોલીસને તલાસી દરમ્યાન કારમાંથી GJ 09 BB 1882 નંબરની બે નંબર પ્લેટ મળી આવતા કાર ચાલક પ્રકાશ શંકર ડામોર (રહે, નાગરિયા પંચાલ, ડુંગરપુર) ની પૂછપરછ કરતા આઈ-૧૦ કાર તેના ગામનાજ જગદીશ કઉડા રોત અને શૈલેષ રામભાઈ રોત સાથે મળી ૩૦ જુલાઈની રાત્રીના સુમારે રાજસ્થાનના સીમલવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા દવાખાનામાં ચોરી કરવા જતા દવાખાનાના કબાટ માંથી કારની ચાવી મળી આવતા કારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

ચોરીની કાર લઈ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવા નીકળ્યો હોવાની પણ કબૂલાત કરતા પોલીસે કારની કિં. રૂ.૩૦૦૦૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૩૦૫૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી મેઘરજ પોલીસે પ્રકાશ શંકર ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈકાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code