વડગામના અશોકગઢમાં આખરે રોડ બનાવવા મંજૂરી મળી

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના અશોકગઢ વાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થવા પામી છે. પણ વનવિભાગ ની આડોડાઇથી આ વર્ષો જૂની માંગ પુરી કરવા અશોકગઢ વાસીઓને કલેક્ટર કચેરી આગળ 14 દિવસ પ્રતીક ઉપવાસ કરતા જેને અટલ સમાચાર.કોમ સમસ્યાને વાચા આપતા આખરે તંત્રના ધ્યાને આવતા બીજા જ દિવસે સીએમના આગમન પહેલા રોડ બનાવવાની કામગીરી હાથ
 

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના અશોકગઢ વાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થવા પામી છે. પણ વનવિભાગ ની આડોડાઇથી આ વર્ષો જૂની માંગ પુરી કરવા અશોકગઢ વાસીઓને કલેક્ટર કચેરી આગળ 14 દિવસ પ્રતીક ઉપવાસ કરતા જેને અટલ સમાચાર.કોમ સમસ્યાને વાચા આપતા આખરે તંત્રના ધ્યાને આવતા બીજા જ દિવસે સીએમના આગમન પહેલા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વડગામના અશોકગઢમાં આખરે રોડ બનાવવા મંજૂરી મળીવડગામ તાલુકાના અશોકગઢ ને આઝાદી મળ્યા પછી હવે ગામને જોડતો પહેલો રોડ બનવાની તૈયારી ચાલી રહી છે. અને વનવિભાગના ની આડોડાઇથી આજ દિન સુધી રોડ માટેની મજૂરી મળી નહોતી. અને વર્ષો બાદ ગામને જોડતો પહેલો રોડ બની રહ્યો હતો.

રોડનો આડધો ભાગ વનવિભાગ માં આવવાથી રોડ બાવવાની મજૂરી મળી નહોતી. જેને લઈ અશોકગઢ વાસીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી તાલુકાથી લઇ જિલ્લા અને ગાંધીનગરની વનવિભાગની કચેરીએ મજૂરી માટે ના ધરમધક્કા ખાયી રહ્યા હતા. પણ જવાબદાર અધિકારીઓ મજૂરી આપવાની જગ્યાએ એક બીજાના માથે ઢોળી ને આંખ આડા કાન કરતા હતા.

જેને લઈ ગ્રામજનોએ કલેકટર કચેરી આગળ છેલ્લા 14 દિવસ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા અને સીએમ આવે ત્યારે તેમની સમક્ષ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચરતા આખરે પોઢી ગયેલા તંત્ર એ સીએમના આગમન પહેલા વડગામના અશોકગઢ વાસીઓને અધૂરો રોડ પૂરો કરવાની મંજૂરી આપી હતી. જેને લઈ સમગ્ર ગામમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.