આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

બનાસકાંઠાના પવિત્ર આશ્રમ ટોટાણાના સંત સદારામ બાપાએ ગઇકાલે તેમના આશ્રમે અંતિમશ્વાસ લીધા હતા. બ્રહ્મલીન સંત સદારામ બાપુની પાલખી યાત્રામાં વિશાળ સંખ્યામાં ભક્તો સંતો રાજકીય, સામાજિક અગ્રણીઓ અને જનમેદની બાપાના છેલ્લા દર્શન કરવા ઉમટી પડી છે. પૂ.બાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા ઠેર-ઠેર માનવ મેદની ઉમટી રહી છે. બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરવા ઉપરાંત હજારો લોકોને જીવનનો રાહ બતાવનાર સંત સદારામ બાપુના દેહાવસાનથી લાખો ભક્તો અનુયાયીઓમાં શોક વ્યાપી જવા પામ્યો છે.

ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુની વિદાય થતા તેમની જગ્યાએ ટોટાણાના નવા ગાદીપતિ તરીકે વિધિવત દાસબાપાની વરણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, દાસબાપુ સદારામ બાપુના ભત્રીજા થાય છે અને છેલ્લા પ૦ વર્ષથી તેઓ સદારામ બાપુની સેવા કરતા આવ્યા છે. સદારામ બાપુની અણધારી વિદાયથી સમગ્ર જીલ્લા સહિત ઠાકોર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code