અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના કેટલાક ગામો એવા છે કે જયાં પિવાના પાણી સમસ્યા વિકટ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભ પાણીના તળ ૧૦૦૦ થી ૧૫૦૦ વધુ ફુટ નીચે પહોંચી ગયા છે. જેને લઇ સિંચાઇ અને પિવાનુ પાણી મેળવવું મુશ્કેલ બનતુ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિકોની રજુઆતોને પગલે ધારાસભ્ય ભરતજી ઠાકોરે આ ગામોમાં ટયુબવેલ તૈયાર કરાવી પાણીની સમસ્યા સામે લડત કરી હતી.
બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે કોઠારપુરા, રામનગર, મોઢેરા, ઉદેલા, શકિતનગર, લક્ષ્મીનગર, કટોસણ અને બેચર જેવા ગામોમાં અવાર-નવાર ઉભી થતી પાણીની સમસ્યા હલ કરવા ટયુબવેલ બનાવવા મથામણ કરી હતી. આ તમામ ગામોમાં પિવાનું પાણી સરળ બનતા ગ્રામજનો રાહતનો શ્વાસ લઇ રહયા છે.