વિધાનસભા@ગુજરાતઃ કેનાલોમાં ગાબડાં પડવા મામલે નોળીયા-ઉંદરો બદનામ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ, ભાભર, થરાદ તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. વારંવાર સરહદી વિસ્તારના તાલુકાઓમાં કેનાલમાં ગાબડાં પડી રહ્યા હોવાના પ્રશ્ન મુદ્દે સરકારને તીખા પ્રશ્નો કર્યા હતા. સામે સરકારે ઉંદરો અને નોળીયાના કારણે કેનાલો તુટી રહી હોવાનું
 
વિધાનસભા@ગુજરાતઃ કેનાલોમાં ગાબડાં પડવા મામલે નોળીયા-ઉંદરો બદનામ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ, ભાભર, થરાદ તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. વારંવાર સરહદી વિસ્તારના તાલુકાઓમાં કેનાલમાં ગાબડાં પડી રહ્યા હોવાના પ્રશ્ન મુદ્દે સરકારને તીખા પ્રશ્નો કર્યા હતા. સામે સરકારે ઉંદરો અને નોળીયાના કારણે કેનાલો તુટી રહી હોવાનું જણાવી બચાવ કર્યો હતો.

વિધાનસભા@ગુજરાતઃ કેનાલોમાં ગાબડાં પડવા મામલે નોળીયા-ઉંદરો બદનામ

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેને ગૃહમાં સરકાર સામે સવાલો કર્યા હતા કે સરહદી વાવ, સુઇગામ તાલુકામાં ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. ત્યારે વાવ, સુઇગામ, ભાભર, થરાદ તાલુકાની કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેની પાછળ કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલમાંહલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. આથી અવાર-નવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે.

વિધાનસભા@ગુજરાતઃ કેનાલોમાં ગાબડાં પડવા મામલે નોળીયા-ઉંદરો બદનામ
Advertisemant

જેનો જવાબ આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, કેનાલોની સાઇટમાં જે માટી નાખેલી હોય છે તેમાં ઉંદર અને નોળિયા દર બનાવીને રહે છે. આથી આ પ્રાણીઓના લીધે કેનાલમાં ગાબડાં પડતાં હોય છે. આમ સરકારે કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓનો લૂલો બચાવ કર્યો છે. પણ સરકાર એ ભૂલી ગઈ કે નહેર તો સીમેંટ કોંક્રીટથી બનેલી છે. તેથી આમાના અડધા કારણો તો એમને એમ નિકળી જાય છે. ખરેખર તો નહેર તૂટવાનું મુખ્ય કારણ નબળી નહેર છે. તેમાં વપરાતાં સિમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. પણ સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે ભ્રષ્ટાચાર થવાના કારણે નહેર નબળી બની છે.

નીતિન પટેલ સ્થળ તપાસ કરે તો સમગ્ર હકીકત બહાર આવેઃ ખેડૂતો

વિધાનસભા@ગુજરાતઃ કેનાલોમાં ગાબડાં પડવા મામલે નોળીયા-ઉંદરો બદનામ
Advertisement

આ મામલે પીડિત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, ગુજરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સ્થળ તપાસ કરી કેનાલોની ખરાબ કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરે. સાથે ગાંધીનગરથી એક ટીમ બનાવીને તેના ઉપર સતત નજર રાખે તેવી પણ માંગ ખેડૂત આલમ કરી રહ્યો છે.