આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મંગળવારથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભામાં બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા જીલ્લામાં દારૂના કેસોને લઇ પ્રશ્ન પુછતા સરકાર તરફથી માહિતિ આપવામાં આવી હતી. જેમાં મહેસાણા જીલ્લામાં 2018ની સ્થિતિએ 2019માં દારૂના કેસોનું પ્રમાણ અનેકગણું વધ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મહેસાણા જિલ્લામાં 1 જૂન 2017 થી 31 મે 2018ના ગાળામાં દેશી દારૂ 11,496 લીટર પકડાયો હતો. જ્યારે વિદેશી દારૂ ની 1,62,490 બોટલ પકડાઈ તો 9,453 બોટલ બિયર પકડાયો હતો. જ્યારે 1 જૂન 2018 થી 31 મે 2019 દરમિયાન મહેસાણા જિલ્લામાં 10,927 લીટર દેશી દારૂ જ્યારે 2,14,549 બોટલ વિદેશી દારૂ પકડાયો અને 11,557 ટીન બિયર પકડાયો હોવાનું જવાબમાં જણાવાયુ છે.

પાટણની સ્થિતિ પણ ચિંતાજનક

પાટણ જિલ્લામાં તારીખ 1 જૂન 2017 થી 31 મે 2018 સુધીમાં 36,925 લીટર દેશી દારૂ, 64,095 વિદેશી દારૂની બોટલ અને 6,482 બિયર ટીન પકડાયા હતા. જ્યારે 450 ગ્રામ ગાંજો પકડાયો હતો. તો 1 જૂન 2018 થી 31 મે 2019 સુધીમાં 13,855 લીટર દેશી દારૂ ,1,03,221 બોટલ વિદેશી દારૂ, 4,011 ટીન બિયર અને 1100 કિલો ગાંજો પકડાયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code