પાટણ ખાતે ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર પાટણ કનાસડા દરવાજા પાસે આવેલ સૌથી જુની અને વધુ પુસ્તકો ધરાવતી ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ પાટણ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શહેરની વિવિધ શાળાઓના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ હેલી કમલેશભાઇ બી.ડી.પ્રા.શાળા, દ્રિતીય નંબરે વૈદિક અશોકકુમાર શિશુમંદિર પ્રા.શાળા તથા તૃતિય નંબરે પટેલ
 
પાટણ ખાતે ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાટણ કનાસડા દરવાજા પાસે આવેલ સૌથી જુની અને વધુ પુસ્તકો ધરાવતી ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ પાટણ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શહેરની વિવિધ શાળાઓના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ હેલી કમલેશભાઇ બી.ડી.પ્રા.શાળા, દ્રિતીય નંબરે વૈદિક અશોકકુમાર શિશુમંદિર પ્રા.શાળા તથા તૃતિય નંબરે પટેલ કૃતજ્ઞ અલ્પેશભાઇ, અરવિંદભાઇ જીવાભાઇ પ્રા.શાળાનો સમાવેશ થયો હતો. તેમજ બીજી સ્પર્ધા આજના ટ્રાફિક વ્યવસ્થા
વિષય ઉપર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોપાળભાઇ રાજપૂતે વિદ્યાર્થીઓને અને વાલીઓને સ્વચ્છતા અંગેની મીઠી ટકોર કરી હતી. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ફીમાં આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે કારોબારીના સભ્યો, શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પારસભાઇ ખમારે અને આભારવિધી આસુતોષભાઇ પાઠકે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્વજનિક લાયબ્રેરીના પ્રમૂખ ર્ડા.શૈલેષભાઇ સોમપુરાએ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવી હતી.