અટલ@IMPACT: ખેડબ્રહ્મામાં નકલી ઘી અહેવાલને પગલે ત્રણ પેઢીના સેમ્પલ લીધા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના પોશીના તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં વનવાસી સમાજની સંખ્યા વધુ છે. હાલમાં લગ્નની સીઝન ચરમસીમાએ હોઇ કરિયાણા સહિતની ખરીદી તેજીમાં છે. આવી સ્થિતિમાં પંથકમાં અસલી ઘી સામે ડુપ્લીકેટની બોલબાલા વધી ગઇ છે. પાલિકા, આરોગ્ય, ફુડ એન્ડ ડ્રગ્સ, પોલીસ સહિતની ફોજ સામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ ધમધમી રહયુ હોવાના સમાચાર અટલ સમાચારે
 
અટલ@IMPACT: ખેડબ્રહ્મામાં નકલી ઘી અહેવાલને પગલે ત્રણ પેઢીના સેમ્પલ લીધા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના પોશીના તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં વનવાસી સમાજની સંખ્યા વધુ છે. હાલમાં લગ્નની સીઝન ચરમસીમાએ હોઇ કરિયાણા સહિતની ખરીદી તેજીમાં છે. આવી સ્થિતિમાં પંથકમાં અસલી ઘી સામે ડુપ્લીકેટની બોલબાલા વધી ગઇ છે. પાલિકા, આરોગ્ય, ફુડ એન્ડ ડ્રગ્સ, પોલીસ સહિતની ફોજ સામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ ધમધમી રહયુ હોવાના સમાચાર અટલ સમાચારે પ્રસિધ્ધ કર્યા હતા. જેને લઇ ફુડ વિભાગે શહેરની ત્રણેક જેટલી પેઢીમાંથી ઘીના સેમ્પલ લઇ રીપોર્ટ માટે મોકલી દીધા છે.

અટલ@IMPACT: ખેડબ્રહ્મામાં નકલી ઘી અહેવાલને પગલે ત્રણ પેઢીના સેમ્પલ લીધા

અટલ સમાચારે નકલી ઘી ને લઇ સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા.

ખેડબ્રહ્મા-પોશીના તાલુકામાં જેઠ મહિનો બેસતા જ આદિવાસી સમાજમાં મોટાપાયે લગ્નો લેવાતા હોય છે. લગ્ન, હોળી-દિવાળી તેમજ રક્ષાબંધનના તહેવારો ટાંણે કમાઇ ઘી સહિતના કરીયાણાની વસ્તુ લેવા દોડધામ રહે છે. જેની સામે કમાણી કરવાની લ્હાયમાં પંથકના અંતરિયાળ વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજામાં બનાવટી ઘી અને તેલ પધરાવી દેવાય છે.

ખેરોજ, અંબાજી, કોટડા, લાંબડીયા સહિતા વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનોમાં ડુપ્લીકેટ ઘીનો કાળો કાળોબાર ચાલી રહયો છે. જેનાથી હાનિકારક ખાદ્ય સામગ્રી વેચી વિસ્તારની પ્રજાના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાં થઇ રહયા છે. ખેડબ્રહ્મા ખાતે આવેલી ત્રણ થી ચાર પેઢીમાંથી વિવિધ માર્કા હેઠળ પંથકમાં પહોંચાડવામાં આવે છે. આદિવાસી પ્રજાના નાણાં અને આરોગ્ય સાથે કરવામાં આવતા ગંભીર પ્રકારના ચેડાં સાથે જાણે તંત્રને કોઈ જ લેવા-દેવા ના હોય તેવું કાળા કારોબારને પગલે પ્રતીત થઇ રહયુ છે.

સ્થાનિક નાગરિકોએ સમગ્ર મામલે વેપારીઓ સાથે ચર્ચા કરી તો જણાવ્યુ કે, ”અમે નકલી ઘીના ડબ્બા પર અંગ્રેજીમાં ખોરાકી ચરબી લખીને જ આપીએ છીએ, ક્યાંય ઘી લખેલું જ નથી તો અમે ગ્રાહક સાથે છેતરામણી થતી હોવાનો સવાલ નથી” ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડ પાસે વેચાણનું મોટું હબ છે તેની સંબંધિત અધિકારીઓને ખબર હોય તો આંખ આડા કાન કરવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.