અટલ@પડઘોઃ કડા દરવાજા નજીક ખાડાનું પુરાણ થયું, લાલીયાવાડીના દર્શન

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) વિસનગર નગરપાલિકાનો અણધડ વહિવટથી કેટલાક દિવસોથી વિસનગર-વિજાપુર હાઈવે જતાં રામદેવપીર મંદિર આગળ મોત સમાન ભુવો વાહન ચાલકોના ભોગની રાહ જોઈ રહ્યા હતા. આ અંગે અટલ સમાચારને જાણ થતાં 17 જૂન 2019ને પ્રદર્શિત થયા હતા. જેને લઈ વિસનગરનું જવાબદાર તંત્ર જાગ્યું તો ખરા પણ તેમાં પણ લાલડીયાવાડી છતી થઈ છે. વાહન
 
અટલ@પડઘોઃ કડા દરવાજા નજીક ખાડાનું પુરાણ થયું, લાલીયાવાડીના દર્શન

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

વિસનગર નગરપાલિકાનો અણધડ વહિવટથી કેટલાક દિવસોથી વિસનગર-વિજાપુર હાઈવે જતાં રામદેવપીર મંદિર આગળ મોત સમાન ભુવો વાહન ચાલકોના ભોગની રાહ જોઈ રહ્યા હતા.

અટલ@પડઘોઃ કડા દરવાજા નજીક ખાડાનું પુરાણ થયું, લાલીયાવાડીના દર્શન

આ અંગે અટલ સમાચારને જાણ થતાં 17 જૂન 2019ને પ્રદર્શિત થયા હતા. જેને લઈ વિસનગરનું જવાબદાર તંત્ર જાગ્યું તો ખરા પણ તેમાં પણ લાલડીયાવાડી છતી થઈ છે.

અટલ@પડઘોઃ કડા દરવાજા નજીક ખાડાનું પુરાણ થયું, લાલીયાવાડીના દર્શન

વાહન ચાલકો માટે યમ બની ઉભેલા ખાડાનું પુરાણ કરવામાં પણ તંત્રએ ઉદાસીનતા પ્રગટ કરી છે. તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જે ભૂવો પડેલો છે તેમાં દેખાવ પુરતી રેતી અને રોડા દ્વારા પુરાણ કરાયું છે. જે વરસાદ પડવાથી કરાયેલું પુરાણ અંદર ધસી જવાની સંભાવના વચ્ચે લાલડીયાવાડી બહાર આવી છે.

અટલ@પડઘોઃ કડા દરવાજા નજીક ખાડાનું પુરાણ થયું, લાલીયાવાડીના દર્શન
વિસનગર તંત્રએ કામગીરી કરી તેમાં લાલીયાવાડી તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે

હવે, આવી સ્થિતિમાં જો વરસાદ પડે અને લોડીંગ વાહન અહીંથી પસાર થાય તો અકસ્માત સર્જાવાની સ્થિતિ પેદા થાય એમ બની રહ્યું છે. જોકે, તાત્કાલિક ધોરણે વિસનગરનું વહિવટી તંત્ર દેખાડા કર્યા વિના કાયમી ઉકેલ લાવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.