આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં ખેત તલાવડી કૌભાંડ મામલે એસીબીના ઇતિહાસનો સૌથી મોટો ગુનો નોંધાયો છે. જેમાં જમીન વિકાસ નિગમના કર્મચારી પ્રવીણ પ્રેમલ સામે સુરત એસબીએ કેસ દાખલ કર્યો છે. આરોપી સામે 10 કરોડથી વધુની બેનામી મિલકતનો ગુનો દાખલ થયો છે. એવુ જણાવાય છે કે, ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી એકમમાં ઈતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ થયો હોવાનુ મનાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ખેત તલાવડી કૌભાંડમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વલસાડ અને ડાંગ બાદ સુરતમાં સપાટો બોલાવ્યો છે. ACBએ સુરત જિલ્લામાં કાગળ ઉપર 23 ખેત તલાવડી હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. GLDCના અધિકારીઓએ સરકાર પાસેથી યોજના પેટે 20.52 લાખથી વધુ રકમની ઉચાપત કરી છે. આદિવાસી વિસ્તારોમાં ખરેખર ખેત તલાવડી બનાવવાના બદલે અધિકારીઓએ માત્ર કાગળ ઉપર જ ખેત તલાવડી બતાવી કૌભાંડ આચર્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીના મદદનીશ નિયામક પ્રવિણ બાલચંદભાઈ પ્રેમલે ખેત અને સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતી આચરી કૌભાંડ આચર્યું હતું. પ્રવિણ અને તેના પરિવારજનો દ્વારા જુદા-જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તલસ્પર્શી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રવિણ અને તેની પત્ની દમયંતીબેન સાથે પુત્ર ચિરાગ સામે 201.62 ટકા વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code