આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

બેંક યુઝર્સ ATM મશીનના સ્ક્રીન પર દેખાડવામાં આવેલ QR કોડને સ્કેન કરી પૈસા કાઢી શકવાની તકનીક વિકસાવી રહ્યા છે. AGS ટ્રાંસિટ ટેક્નોલોજીસ કે જે બેંકને ATM સેવાનો લાભ આપે છે, તેણે એક સોલ્યુશન બનાવ્યું છે કે જેના કારણે યુઝર્સ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પ્લેટફોર્મનો ઉપીયોગ કરી પૈસા કાઢી શકશે.

UPI કેશની સેવા માટે યુઝર્સે કોઈ પણ પ્રકારના નવા સાઈન ઈન કે કોઈ પણ નવી એપને ડાઉનલોડ કરવાની જરૂર નથી. યુઝર્સ પાસે માત્ર એક એવી એપ હોવી જોઈએ કે જેમાં પોતાના મોબાઈલ નંબરને રજીસ્ટર કર્યો હોઈ અને તે એપ ની અંદર UPI ની સેવા પહેલાથી જ કામ કરતી હોય. ગ્રાહકો UPI પેમેન્ટનો ઉપીયોગ કરતા હોવાના કારણે QR કોડને સ્કેન કરવાની જરૂર પડશે. કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરતા હોઈએ તેવી જ રીતે તેમના બેંકના ખાતામાંથી પૈસા જેતે બેંક ના ATMમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવશે કે જેથી યુઝર્સ તેને ઉપાડી શકે.

એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસના સીએમડી રવિ બી ગોયલના જણાવ્યા અનુસાર, “કંપનીએ પહેલાથી જ આ કન્સેપટનો ડેમો આપ્યાં છે. અમે જેટલી પણ બેંકને આ ડેમો આપ્યું તે બધા જ આ વાતને લઇ ખુબ જ ઉત્સાહિત હોય તેવું લાગી રહ્યું છે.

સેવા અત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) ની મંજુરીની રાહ જોઈ રહી છે. “બંને ATM અને UPI નેટવર્ક એક જ ફાઇનાન્શિયલ સ્વિચ પર કામ કરે છે, અને UPI એક સુરક્ષિત ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ તરીકે વધુ સાબિત થયું છે.” તેવું ગોયલે જણાવ્યું હતું.

બેંકો તેમના એટીએમ નેટવર્ક્સ પર યોજનાઓ બનાવી રહી છે, ત્યાં કોઈ મોટું રોકાણ જરૂરી નથી. “હાર્ડવેર જરૂરિયાતોમાં કોઈ ફેરફાર નથી. એટીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજિસ ગ્રૂપના ચીફ ટેક્નોલૉજી ઑફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, એટીએમ સૉફ્ટવેરમાં નાના ફેરફાર કરીને સેવા આપવાનું શક્ય છે. “વર્તમાન કાર્ડલેસ એટીએમ ઉપાડ કરતાં આ શ્રેષ્ઠ છે. કારણ કે તે ઘર્ષણ વિનાનું અને વધુ ઝડપથી થાય છે,”

બેંકો માટે UPI દ્વારા ATM માંથી પૈસા કાઢવામાં સૌથી વધારે મદદ તેનું સૌથી નવું વરઝ્ન UPI 2.0 કરી શકશે. કેમ કે તેની અંદર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ની જેમ વેપારી કોડ્સ સામે પ્રાપ્તકર્તાઓનું વર્ગીકરણનો સમાવેશ કરવામાં આવે છે. ATM ને પણ મર્ચન્ટની કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે, જે એટીએમ-જમાવટ બેંકોને નેટવર્કના ઉપયોગકર્તાઓની બેંકોમાંથી વિનિમય ફી વસૂલ કરવા માટે સક્ષમ કરશે.

હાલમાં, UPI પીઅર ટુ પીઅર પેમેન્ટ્સ અને મર્ચન્ટસ ટ્રાન્ઝેક્શનની અંદર ખુબ જ મોટા વોલ્યૂમનો સાંનબો કરી રહ્યું છે, નવેમ્બર 2018 ના મહિનાની અંદર જ 52 કરોડના ટ્રાન્ઝીશન કરવામાં આવ્યા હતા અને તેની મૂળ કિંમત રૂ. 82,232 હતી

23 Oct 2020, 12:27 PM (GMT)

COVID-19 Global Stats

42,091,581 Total Cases
1,144,279 Death Cases
31,234,055 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code