વાતાવરણ@બનાસકાંઠા: કરા સાથે વરસાદથી ખેડુતો ચોંકી ઉઠ્યા, હવામાનમાં મોટો પલટો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે. સુઇગામ, દિયોદર, ઢીમા, વાવ, થરાદ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ આવ્યો છે. અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. દિયોદર અને ઢીમામાં તો બરફના કરા પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે. બનાસકાંઠા જીલ્લાના સુઇગામ,વાવ, થરાદ, દિયોદર પંથકમાં
 
વાતાવરણ@બનાસકાંઠા: કરા સાથે વરસાદથી ખેડુતો ચોંકી ઉઠ્યા, હવામાનમાં મોટો પલટો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે. સુઇગામ, દિયોદર, ઢીમા, વાવ, થરાદ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ આવ્યો છે. અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. દિયોદર અને ઢીમામાં તો બરફના કરા પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

વાતાવરણ@બનાસકાંઠા: કરા સાથે વરસાદથી ખેડુતો ચોંકી ઉઠ્યા, હવામાનમાં મોટો પલટો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ,વાવ, થરાદ, દિયોદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દિયોદર અને ઢીમામાં બરફના કરા પડતા ખેડુતો મુંઝાયા છે. કમોસમી વરસાદના કારણે રવીપાકને નુકશાનની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કોતરવાડા, દિયોદર અને ઢીમાંમાં બરફવર્ષા થઈ હોવાથી મગફળી, એરંડા, જુવાર, બટાકા જેવા પાકોને નુકશાનની શક્યતા જોવાઇ રહી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની હાલત દયનિય બની છે.