હુમલો@દેશઃ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓનો ઠાર, 5 ભારતીય જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં હાલ પૂરી દુનિયા છે. પાકિસ્તાન પણ તેનાથી ઝઝૂમી રહ્યું છે. આમ છતા તે પોતાની ખરાબ વર્તુણક છોડવા તૈયાર નથી. સોમવારે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન ચલાવી પાંચ આતંકવાદીઓને એલઓસી પર જ
 
હુમલો@દેશઃ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓનો ઠાર, 5 ભારતીય જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં હાલ પૂરી દુનિયા છે. પાકિસ્તાન પણ તેનાથી ઝઝૂમી રહ્યું છે. આમ છતા તે પોતાની ખરાબ વર્તુણક છોડવા તૈયાર નથી. સોમવારે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન ચલાવી પાંચ આતંકવાદીઓને એલઓસી પર જ ઠાર કર્યા હતા. જોકે આ અભિયાનમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જાણકારી ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે આપી છે.

કર્નલ અમન આનંદના મતે ભારતીય સેનાને એલઓસી પાસે પાકિસ્તાન સમર્થિત આતંકીઓની ઘૂસણખોરીને સૂચના મળી હતી. આ પછી ભારતીય સેનાએ તેની સામે અભિયાન ચલાવ્યું હતું અને બરફ વચ્ચે જંગ થઈ હતી. જેમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકીઓના ઘૂસણખોરીની સૂચના પર સ્પેશ્યલ ફોર્સેસના જૂનિયર કમાન્ડ ઓફિસરના નેતૃત્વમાં ચાર જવાનોને એલઓસી પાસે વિમાનમાંથી કુદાડ્યા હતા. તેમના મતે આતંકીઓ સાથે જંગ દરમિયાન સ્થળ પર સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. જ્યારે બે જવાન નજીકની સૈનિક હોસ્પિટલમાં વિમાન દ્વારા લઈ જતા સામે શહીદ થયા હતા.