હુમલો@મહેસાણા: દારૂની રેડ દરમ્યાન પોલીસ પર હુમલો, 11 ની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં બુટલેગરો ઘ્વારા પોલીસ પર હુમલાના બનાવો વધી રહયા છે. મહેસાણાના ટી.બી. રોડ વિસ્તારમાં કુખ્યાત બુટલેગરને ત્યાં વિદેશી દારૂ હોવાથી રેડ કરવા ગયેલી બી. ડીવીઝન પોલીસ પર બુટલેગર અને તેના મળતિયાઓએ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહેસાણા શહેરના
 
હુમલો@મહેસાણા: દારૂની રેડ દરમ્યાન પોલીસ પર હુમલો, 11 ની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં બુટલેગરો ઘ્વારા પોલીસ પર હુમલાના બનાવો વધી રહયા છે. મહેસાણાના ટી.બી. રોડ વિસ્તારમાં કુખ્યાત બુટલેગરને ત્યાં વિદેશી દારૂ હોવાથી રેડ કરવા ગયેલી બી. ડીવીઝન પોલીસ પર બુટલેગર અને તેના મળતિયાઓએ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

મહેસાણા શહેરના ટી.બી. રોડ પર કુખ્યાત બુટલેગર કનુ ઠાકોર વિદેશી દારૂનું કટીંગ કરતો હોવાની બાતમીને આધારે બી.ડીવીઝન પોલીસે સ્ટાફ સાથે સાદા ડ્રેસમાં રેડ કરી હતી. આ દરમ્યાન બુટલેગર અને તેના મળતિયાઓ ઘ્વારા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ પર પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. જેમાં પોલીસની ખાનગી કારને નુકશાન થયુ છે. આ સાથે બે પોલીસ કર્મચારીને સામાન્ય ઇજા પહોંચી હતી.

સમગ્ર બનાવને લઇ ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતની ટીમે કોમ્બિંગ કરી 3 મહિલા સહિત 11 ની અટકાયત કરી હતી. આ પછી બપોર બાદ બુટલેગર સહિતના ઇસમો વિરૂધ્ધ હુમલા સહિતની વિવિધ કલમો સાથે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.