આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા ( અંકુર ત્રિવેદી)

પાલનપુર- ડીસા હાઇવે પર આજે ગાંધીનગરની ખાણ ખનીજની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઓવરલોડ ડમ્પર ચાલકોએ બે અધિકારીઓ અને એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ પર હુમલો કરતાં ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે એક હુમલાખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રોયલ્ટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમા મસમોટી રોયલ્ટી ચોરીનું કૌભાંડ ચાલતું હોવા છતાં માત્ર સામાન્ય કેસો સામે આવતા ગાંધીનગરની ખાણ ખનિજની ફલાઇંગ સ્કવોડ ટીમ દ્વારા પાલનપુર પંથકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે પાલનપુર ડીસા હાઇવે પર ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમના ચાર અધિકારીઓ અને એક સિક્યુરિટી ગાર્ડ સહિતની ટીમ પાલનપુર ડીસા હાઇવે પર તપાસમાં હતી.

આ દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા ઓવરલોડ ડમ્પરના ચાલકોએ આ અધિકારીઓ પર અચાનક હિચકારો હુમલો કરી દેતા અને ઇજાઓ પહોંચાડતાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code