હુમલો@પાટણ: મહિલા સાથે કેમ વાત કરો છો કહી ઇસમોએ આધેડને છરીના ઘા માર્યા, 3 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ શહેરમાં યુવતિ સાથે વાત કરવાને લઇ આધેડ પર છરી વડે જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ શહેરના એક વિસ્તારમાં રહેતાં આધેડ પોતાના સમાજની દીકરી અને સંબંધમાં ભાણી થતી હોઇ તેની સાથે વાત કરવા રોડ ઉપર ઉભા હતા. જ્યાં એક ઇસમે તું કેમ
 
હુમલો@પાટણ: મહિલા સાથે કેમ વાત કરો છો કહી ઇસમોએ આધેડને છરીના ઘા માર્યા, 3 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ શહેરમાં યુવતિ સાથે વાત કરવાને લઇ આધેડ પર છરી વડે જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ શહેરના એક વિસ્તારમાં રહેતાં આધેડ પોતાના સમાજની દીકરી અને સંબંધમાં ભાણી થતી હોઇ તેની સાથે વાત કરવા રોડ ઉપર ઉભા હતા. જ્યાં એક ઇસમે તું કેમ આની સાથે વાત કરે છે ? તેવું કહી ગાળાગાળી કરી હતી. આ સાથે અન્ય બે મિત્રોની મદદથી આધેડને માથા અને છાતીના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત આધેડે સારવાર કરાવ્યા બાદ કુલ ત્રણ વ્યક્તિ વિરૂધ્ધ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

હુમલો@પાટણ: મહિલા સાથે કેમ વાત કરો છો કહી ઇસમોએ આધેડને છરીના ઘા માર્યા, 3 વિરૂધ્ધ FIR
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના જીઇબી રોડ પર નજીવી બાબતે આધેડને છરીના ઘા મરાયા હોવાની ઘટના સામે આવી છે. પાટણ જીઇબી રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતાં હસમુખજી ઠાકોર ગઇકાલે સાંજે જીઇબી રોડ તરફ જતાં હતા. આ દરમ્યાન તેમના સમાજની એક મહિલા મળતાં અને તે સંબંધમાં તેમને ભાણી થી હોઇ તેમની સાથે વાત કરવા ઉભા હતા. આ તરફ મેસ્ટ્રો સ્કુટર પર વિક્રમસિંહ પ્રભાતજી ઝાલા (રહે.આકબા, તા.બેચરાજી) વાળો અન્ય બે મિત્રો સાથે આવી પહોંચ્યો હતો. જ્યાં મહિલા સાથે વાતો કેમ કરે છે તેવું કહી ગાળાગાળી કરી છરીના ઘા માર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે સાંજે બનેલી ઘટનામાં આધેડને માથાના પાછળના ભાગે અને છાતીમાં ડાબી બાજુ છરીના ઘા મરાયા હતા. આ સાથે બરડામાં કમરના ભાગે અને ડાબા હાથની કોણી સહિતની જગ્યાએ ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર કરાવ્યા બાદ આધેડે એક ઇસમના નામજોગ અને બે અજાણ્યાં ઇસમો મળી કુલ ત્રણ વ્યક્તિ વિરૂધ્ધ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 307, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધતાં PSI વસંતભાઇ પટેલે વધુ તપાસ હાથ ધરી છે.