હુમલો@પાટણ: ઉધારમાં પેટ્રોલ આપવાનું ના પાડતાં કર્મચારીને અજાણ્યાં શખ્સોએ માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ-શિહોરી રોડ પરના એક પેટ્રોલપંપના કર્મચારીએ ઉધારમાં પેટ્રોલ નહીં આપતાં ઇસમોએ તેને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે પેટ્રોલપંપ પર બાઇક લઇ એક ઇસમ પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. જોકે તેની પાસે પૈસા ન હોઇ બાકીમાં 100 રૂપિયાનું પેટ્રોલ પુરવાનું કહેતાં કર્મચારીએ ના પાડી હતી. જે બાદમાં બાઇક
 
હુમલો@પાટણ: ઉધારમાં પેટ્રોલ આપવાનું ના પાડતાં કર્મચારીને અજાણ્યાં શખ્સોએ માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ-શિહોરી રોડ પરના એક પેટ્રોલપંપના કર્મચારીએ ઉધારમાં પેટ્રોલ નહીં આપતાં ઇસમોએ તેને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે પેટ્રોલપંપ પર બાઇક લઇ એક ઇસમ પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. જોકે તેની પાસે પૈસા ન હોઇ બાકીમાં 100 રૂપિયાનું પેટ્રોલ પુરવાનું કહેતાં કર્મચારીએ ના પાડી હતી. જે બાદમાં બાઇક ચાલકે ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરતાં કર્મચારીએ ગાળો બોલાવાનું ના પાડ્યુ હતુ. આ દરમ્યાન બાઇક ચાલકનું ઉપરાણું લઇ અન્ય 3 શખ્સોએ આવી કર્મચારી સાથે મારામારી કરી માથાના ભાગે ધોકો મારતાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ તરફ વચ્ચે પડેલાં પેટ્રોલપંપના અન્ય બે કર્મચારીઓને પણ માર મારતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ-શિહોરી રોડ પર આવેલ આશાપુરા પેટ્રોલપંપ પર નોકરી કરતાં કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરના સુભાષચોકમાં રહેતાં વિપુલભાઇ શ્રવણભાઇ સાધુ ગઇકાલે પોતાની ફરજ પર પેટ્રોલપંપ પર હતા. તેમની સાથે ઠાકોર વિમલજી અને રાવળ શૈલેષજી પણ ફરજ પર હતા. આ દરમ્યાન રાત્રે આશરે 11 વાગ્યે એક અજાણ્યો ઇસમ બાઇક લઇને પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. જ્યાં ઇસમે પોતાની પાસે પૈસા ન હોઇ 100 રૂપિયાનું બાકી પેટ્રોલ પુરવાનું કહેતાં વિપુલભાઇને ના પાડી હતી. જેથી બાઇકચાલકે ઉશ્કેરાઇ ગઇ ગાળાગાળી કરી તેને બાઇકમાં રાખેલ ધોકો વિપુલભાઇના માથામાં માર્યો હતો.

હુમલો@પાટણ: ઉધારમાં પેટ્રોલ આપવાનું ના પાડતાં કર્મચારીને અજાણ્યાં શખ્સોએ માર માર્યો
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાકી પેટ્રોલ નહીં આપતાં ઇસમે યુવકને માર મારતાં તેનું ઉપરાણું લઇ અન્ય ત્રણ શખ્સોએ પણ દોડી આવી વિપુલભાઇને માર માર્યો હતો. આ દરમ્યાન પેટ્રોલપંપ પર હાજર અન્ય 2 કર્મચારીઓ વચ્ચે પડતાં તેમની સાથે પણ લાપટ-ઝાપટ કરી હતી. ઘટનાને લઇ વિપુલભાઇને પેટ્રોલપંપના માલિક ઝાલા રવીકુમારને બોલાવતાં તેઓએ વિપુલભાઇને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલાં વિપુલભાઇને માથામાં 2 થી વધુ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ વિપુલભાઇને ચાર અજાણ્યાં શખ્સો સામે પાટણ તાલુકા પોલીસ મથકે આઇપીસી 323, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

હુમલો@પાટણ: ઉધારમાં પેટ્રોલ આપવાનું ના પાડતાં કર્મચારીને અજાણ્યાં શખ્સોએ માર માર્યો
જાહેરાત