આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ પર મંગળવારે મોડીરાતે પેટ્રોલીગ દરમ્યાન હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. હુમલામાં પીએસઆઇને ઇજાઓ થતાં વાતાવરણ તંગ બન્યુ હતુ. પરિસ્થિતિ જોઇ પોલીસે આજે વહેલી સવારથી જ ધનપુરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા પોલીસ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી આરોપીઓ સાથે ટકરાવ થઈ રહ્યો છે. પોલીસ પર હુમલાનો ફરીથી એક બનાવ સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના કટોસણ અને ધનપુરા ગામે પોલીસ પર થતાં દોડધામ મચી ગઇ છે. નાઈટ પેટ્રોલીગમાં ગયેલ સાંથલ પોલીસ ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે હુમલો કરતાં PSI ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની ગંભીરતા પારખી ધનપુરા ગામે પોલીસ બંદોબસ્ત ગાઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધી આરોપીઓ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code