હુમલો@પોલીસ: શંખેશ્વર નજીક જુગારની રેડ દરમ્યાન આરોપીઓ તૂટી પડ્યા

અટલ સમાચાર, મહેસાણા શંખેશ્વર નજીકના પાડલા ગામે મેળા દરમ્યાન પોલીસ હુમલાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. જુગાર રમાતો હોવાની બાતમીને પગલે જમાદાર સહિતની ટીમ ઉપર 7 જુગારીયાઓ લાકડી સાથે તૂટી પડ્યા હતા. ઘટનાને પગલે વધુ પોલીસ બોલાવતા આરોપીઓ ભાગી ગયા હતા. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે શુક્રવારે મેળો હતો. મેળાની બાજુમાં જુગાર રમાતો
 
હુમલો@પોલીસ: શંખેશ્વર નજીક જુગારની રેડ દરમ્યાન આરોપીઓ તૂટી પડ્યા

અટલ સમાચાર, મહેસાણા

શંખેશ્વર નજીકના પાડલા ગામે મેળા દરમ્યાન પોલીસ હુમલાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે.  જુગાર રમાતો હોવાની બાતમીને પગલે જમાદાર સહિતની ટીમ ઉપર 7 જુગારીયાઓ લાકડી સાથે તૂટી પડ્યા હતા. ઘટનાને પગલે વધુ પોલીસ બોલાવતા આરોપીઓ ભાગી ગયા હતા.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે શુક્રવારે મેળો હતો. મેળાની બાજુમાં જુગાર રમાતો હોવાથી શંખેશ્વર પોલીસ દોડી ગઇ હતી. જમાદાર સાથે 7 પોલીસ કર્મચારીઓને ઓળખ્યા વિના કે ઓળખીને જુગારીયાઓ ગુસ્સે ભરાયા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ સાદા કપડામાં હોવાથી બાતમીદારો સમજી જુગારીયાઓએ હુમલો કર્યો હતો. લાકડી અને ગડદાપાટુ સાથે હુમલાખોરો અચાનક પોલીસ ઉપર તૂટી પડ્યા હતા. ઘટનાથી પોલીસની આબરૂ સામે સવાલ થતાં વધુ પોલીસ બોલાવાઈ હતી. જોકે ત્યાં સુધી આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

એક આરોપી ઝડપાયો

સમગ્ર ઘટના અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીઆઇ વરિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ રીઢા ગુનેગાર છે. 7 માંથી એક આરોપી ઝડપાયો હોઇ બાકીના સામે કાર્યવાહી ચાલી રહી છે.