હુમલો@પોશીના: નદીમાં યુવક અને મગરનું વચ્ચે યુધ્ધ, પગ કોતરી નાંખ્યો
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લાના પોશીનામાં નદીમાં ન્હાવા ગયેલા યુવક અને મગર વચ્ચે યુધ્ધ ખેલાયુ હતુ. જેમાં મગરને યુવકનો પગ કોતરી નાંખતા ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોશીના તાલુકાના કૂકડી ગામે આવેલ નદીમાં ન્હાવા પડેલા સેબલિયા ગામના ૪૦ વર્ષીય ગુજરાભાઇ
Jun 22, 2019, 17:40 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જીલ્લાના પોશીનામાં નદીમાં ન્હાવા ગયેલા યુવક અને મગર વચ્ચે યુધ્ધ ખેલાયુ હતુ. જેમાં મગરને યુવકનો પગ કોતરી નાંખતા ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.
પોશીના તાલુકાના કૂકડી ગામે આવેલ નદીમાં ન્હાવા પડેલા સેબલિયા ગામના ૪૦ વર્ષીય ગુજરાભાઇ રૂપાભાઇ ગમારને મગર કરડી જતા તેમના મિત્રોએ ગુજરાભાઇને બહાર ખેંચી લેતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેમને પગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જયા ડો. જયેશ ડામોરે તેમની સારવાર શરૂ કરી છે.